Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

જૂનાગઢમાં શિવરાત્રી મેળાને મીની કુંભ બનાવવા મળેલી ગ્રાન્ટનો હેતુફેર ? :જબરો વિવાદ છેડાયો

રાજ્ય સરકારે ફાળવેલી 6.36 કરોડની ગ્રાન્ટ રૂટિનમાં રોડ રસ્તા, એલઇડી સ્ટ્રીટ લાઈટના કામમાં વપરાઈ ;અલબત્ત આ સુવિધા કુંભને સંદર્ભે થતી હોવાનો બચાવ

 

જૂનાગઢ :રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળાને વર્ષથી મીની કુંભ તરીકે ઉજવવાની અને તે માટે રૂપિયા ૧૫ કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. તે પેટે કરોડ ૩૬ લાખ રૂપિયા જૂનાગઢ મહાનગરપાલિકાની ફાળવેલ છે. પરંતુ તે નાણામાંથી મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા મીની કુંભના આયોજનને બદલે રૂટીન કરવાના કામોનું આયોજન થતા વિવાદ છેડાયો છે

   આગામી માર્ચ માસમાં ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે જેના માટે વિવિધ કામ કરવા રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકાને.6.36 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા મીની કુંભ શિવરાત્રી મેળા ને લગતા આયોજનને બદલે રૂટિનમાં રોડ રસ્તા, એલઇડી સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા, એલઇડી સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાબતે વિવાદ શરુ થતા  સુવિધા કુંભને સંદર્ભે થતી હોવાનો બચાવકરાયો છે.

(10:24 pm IST)