Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જાહેરસભામાં માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કરાતા ક્ષત્રિય-પાટીદાર એકતા મંચની નારાજગી

ભાવનગરઃ બહુચર્ચિત માનગઢ હત્યાકાંડનો વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કરતા ભાવનગરના ક્ષત્રિય-પાટીદાર એકતા મંચે નારાજગી વ્યકત કરી છે.(તસ્વીરઃ મેઘના વિપુલ હીરાણી-ભાવનગર)(૩-૧૦)

ભાવનગર તા.ર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાલીતાણા ખાતે જાહેરસભામાં માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કરતા ભાવનગરના ક્ષત્રિય-પાટીદાર એકતા મંચે નારાજગી વ્યકત કરી વડાપ્રધાનની ગરિમા મુકાઇ હોવાનો રોષ વ્યકત કરેલ છે. ગોહિલવાડ રાજપુત સમાજે પણ વડાપ્રધાનના નિવેદનને વખોડી કાઢેલ છે.

ભાવનગરના પાલીતાણામાં વડાપ્રધાનની જાહેરસભા યોજાઇ હતી ત્યારે તેઓએ બહુચર્ચિત માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદે વિવાદ ઉભો થયો છે.

આ અંગે ભાવનગરમાં ક્ષત્રિય-પાટીદાર એકતા મંચે પત્રકાર પરિષદ બોલાવેલ અને બંને સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ગોહિલવાડમાં વસતા રાજપુત સમાજ અને પટેલ સમાજ ગઇ ગુજરી ભુલી પરસ્પર શાંતિથી હળીમળીને રહે છે.

ત્યારે બંને સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરી મતનુ હિનકક્ષાનું રાજકારણ વડાપ્રધાન રમી રહ્યા હોવાનો આક્ષેપ કરી આગેવાનોએ રોષ વ્યકત કર્યો હતો. ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે. પત્રકાર પરિષદમાં રાજપુત સમાજના અગ્રણીઓ, પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:38 pm IST)