Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કોડીનાર બાયપાસથી દારૂની હેરાફેરી કરતા ર શખ્સો કાર સાથે ઝડપાયા

જુનાગઢ, તા., ૨:  જુનાગઢ રેન્જ આઇપી શ્રી એસપી રાજકુમાર પાંડીયનની સુચનાથી વિધાનસભાની ચુંટણી સબબ દારૂબંધીની કડક અમલવારી કરવા આપેલ આદેશના પગલે આરઆરસેલના  પીએસઆઇ આઇડીબી પીઠીયા તથા સ્ટાફના બી. એસ. ગોહીલ, પ્રતાપભાઇ, ધર્મેન્દ્રસિંહ, કપીલભાઇ, ગોવિંદસિંહ, મહિપતસિંહ વાળાની બાતમીના આધારે કોડીનાર બાયપાસ પાસે વોચ ગોઠવી ત્યાથી પસાર થતી એસેન્ટ કાર જીજે ૩ ડીડી ૯૯૬૬ અટકાવી તલાશી લેતા ઇંગ્લીશ દારૂ ૧૮૦ એમએલ બોટલ નંગ પ૬પ કિ. રૂ. ર૮રપ૦ તથા કાર કિ. રૂ. ૧૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ ૪ કિ. રૂ. ૯પ૦૦ મળી કુલ કિ. રૂ. ૧૩૭૭પ૦ના મુદામાલ સાથે વિપુલ પુંજા બાંભણીયા તથા દિલીપ જગા પરમારને ઝડપી લીધા હતા અને આ રેડ દરમ્યાન ગોપાલ જીણા સોલંકી તથા વિપુલ ધીરૂ ચારણીયા હાજર નહી મળેલ તેમજ અીનલ પુના સોલંકી અને મેણસી ભીખા ચારણીયા એમ કુલ ૬ શખ્સો વિરૂધ્ધ કોડીનાર પો.સ્ટે.માં પો.કો. ગોવિંદસિંહ મહિપતસિંહ વાળાએ ફરીયાદ દાખલ કરાવી હતી.(૪.૧૧)

 

(5:37 pm IST)