Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કચ્છને અમિતભાઇ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, નવજોત સિધ્ધુ,નગમા ધમરોળશે

તમામ પાર્ટીઓના મોટા નેતાઓ ચૂંટણીના પ્રચાર યુદ્ધ માટે મેદાને

 

વેરાવળ : સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહ પધારેલ જેઓએ મહાદેવને અભિષેક પૂજા સામગ્રી અર્પણ કરી સોમનાથજીના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતાં. જનરલ મેનેજરશ્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ-વેરાવળ)

 ભુજ, તા. ર : આગામી ૯મી ડિસેમ્બરના મતદાન પહેલા હવે કચ્છમાં ચૂંટણી માહોલ વધુને વધુ ગરમ બની ગયો છે.

ભાજપ-કોંગ્રેસ અને સપાના મોટા નેતાઓ હવે ચૂંટણીના પ્રચાર યુદ્ધમાં મેદાને ઉતરી રહ્યા છે. કચ્છની જ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાપર અને અંજારમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મુંદરામાં સભાઓ ગજવશે.

જયારે કોંગ્રેસના નેતાઓમાં રાહુલ ગાંધી અંજારમાં સભા ગજવશે. આ ઉપરાંત ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુ , ફિલ્મ હોરાઇન નગમા પણ કચ્છમાં કોંગ્રેસનો પ્રચાર કરશે.

 

(5:30 pm IST)