Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કેવી કરૂણતા... જામકંડોરણા નજીક અકસ્માતમાં શ્રમિક પરિવારનો એકનો એક 'લાડકવાયો' છીનવાયો

ડબલ સવારી મોટર સાયકલને અજાણ્યા વાહને ઠોકર મારતા જ ૧૦ વર્ષના રાજની જિંદગી થઇ પૂરી

ધોરાજી તા. ૨ : જામકંડોરણા નજીક રાત્રે અજાણ્યા વાહનના ચાલકે ડબલ સવારી મોટર સાયકલને ઠોકરે ચડાવતા જ દેવીપૂજક શ્રમિક પરિવારના એકના એક 'લાડકવાયા' પુત્રની જીવાદોરી કપાઇ જતા કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ જામકંડોરણાના ઇન્દીરાનગર પાસે રહેતા દેવીપૂજક પરિવારના ઘેર ગઇકાલે રાત્રે બાંટવાથી મહેમાન આવ્યા હતા ત્યારે મહેશભાઇ વશરામભાઇ સોલંકી (ઉ.વ.૩૫) (રહે. બાંટવા) રાત્રે ૮ વાગ્યે જામકંડોરણાથી પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૧બીએફ-૯૬૨૪ લઇ ડબલ સવારીમાં જામકંડોરણાથી બાંટવા જતા હતા ત્યારે આંચવડના પાટીયા પાસે અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારતા પાછળ બેઠેલ રાજ કાળુભાઇ સોલંકી (ઉ.વ.૧૦)નું ગંભીર ઇજાથી ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

જ્યારે બાઇક ચાલક મહેશભાઇને ગંભીર ઇજા થતાં તાત્કાલિક જુનાગઢ બાદ ધોરાજીના દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ ખસેડવા પડયા છે.

(12:31 pm IST)