Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જામનગર હાઇવે ઉપર ટ્રક હડફેટે ૧૫ ઘેટાના મોત

જામનગર : તસ્વીરમાં મૃતક ઘેટા અને ટ્રક નજરે પડે છે. (તસ્વીર : મુકુંદ બદિયાણી, જામનગર)

જામનગર તા. ૨ : જામનગર - રાજકોટ હાઇવે ઉપર ટ્રક હડફેટે ૧૫ ઘેટાના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર - રાજકોટ - લૈયારા પાસે આવેલ સોમનાથ હોટલ સામે ટ્રક નીચે આવી જતા ૧૫ ઘેટાના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જામનગર - રાજકોટ હાઇવે ઉપરથી પસાર થઇ રહેલા ઘેટાના ટોળાને ટ્રક (નં. જીજે૧૦ડબલ્યુ-૭૭૭૭)ના ચાલકે હડફેટે લેતા ૧૫ ઘેટાના ટ્રકના વ્હીલ નીચે આવી જવાથી મોત નિપજ્યા હતા.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)