Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જોડીયા સીમ વિસ્તારમાં જંતુનાશક દવા છાંટેલ તુવેરદાળની શીંગ ખાઇ લેતા ૧ વર્ષના રણજીત મહીડાનું મોત

જામનગર, તા. ર : જોડીયા પોલીસ સ્ટેશનમાં વીસરામભાઇ ભાઇલાલભાઇ મહીડાએ જાહેર કરેલ છે કે તા. ૩૦ના આ કામે મરણ જનાર રણજીત વીસરામભાઇ મહીડા ઉ.વ.૧, રે. રમેશભાઇ મારવાણીયાની વાડીમાં જોડીયાવાળા પોતાની વાડીમાં રમતા રમતા જંતુનાશક દવા છાંટેલ તુવેરદાળની સીંગ ખાઇ જતા જેરી અસર થતા સારવારમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

મહેર સમાજની વાડીમાંથી સોનાના દાગીનાની ચોરી

જામનગરઃ  અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં સમીરભાઇ ઉષાકાંતભાઇ શુકલએ ફરીયાદ નોંધાવી છે કે તા. પ-૧૧-ર૦૧૭ના આ કામના ફરીયાદી એ પોતાના તથા પોતાની પત્નીના સોનાના દાગીના રર કેવેટના જેમાં સોનાનો સેટ ર૭ ગામનો કિંમત રૂ. ર૬,૭૮પ/- તથા એક સોનાના ચેઇન પોણા તોલાનો કિંમત રૂ. ૧૪,૦૦૦ તથા એક સોનાની વીટી અડધા તોલાની કિંમત રૂ. ૯૦૦૦, તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ. ૮પ૪૧, મળી કુલ રૂ. પ૮,૩ર૧૬ ના મહેર સમાજની વાડીમાં ઉપરના માળે રૂમમાં સામાનના થેલામાં રાખી નીચે જમવા જતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે થેલામાંથી સોનાના દાગીના તથા મોબાઇલ ફોનો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

મોટર સાયકલ ચાલકે ઠોકર મારતા વૃદ્ધનું મોત

જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રાજેશભાઇ કરશનભાઇ બાણુગરીયાએ ફરીયાદ નોંધાવી છે કે તા. ૧-૧ર-ર૦૧૭ના માર્કેટીંગ યાર્ડ સામે રોડ ઉપર જામજોધપુરમાં તેમના પિતા તથા તેઓ મોટર સાયકલ નંબર જીજે-ર૩-એ.જે.-૬૩૭૪નું લઇને માર્કેટીંગ યાર્ડથી ઘરે જતા હતાં ત્યારે સામેથી આ કામના આરોપી એક મીટર સાયકલ નં.જી.જે.-રપ-એફ-૬૮રના ચાલકે મોટર સાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી ચલાવી આવતા ફરીયાદીના પિતાના મોટર સાયકલ સાથે ભટકાડી જતા ફરીયાદીના પિતા મોટર સાયકલ ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા મરણ જતા મોટર સાયકલ ચાલક કરાર થઇ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરેડ ફેશ-ર માંથી જુગાર રમતા છ ઝડપાયા

જામનગર : અહીં પંચ બી-ડીવીઝનમાં કોન્સ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે તા. ૧-૧ર-ર૦૧૭ના દરેડ ફેશ-ર હાઇટેક કારખાના સામે આ કામના આરોપી રમેશભાઇ ઉર્ફે પીન્ટુ અશોકભાઇ વર્મા, હરેન્દ્ર રામગહન પાસવાન, મહેન્દ્ર સોમાલુ ગુપ્તા, ભુન્દ્ર રતનભાઇ ડામોર, ભગવાનદીન બ્રીજલાલ પ્રજાપતિ, સોનકુમાર શીવચંદર સીંગ રે. જામનગર વાળા જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ. ૧ર૦૮૦ તથા મોબાઇલ ફોન નંગ -પ કિંમત રૂ. ૩૦૦૦ ની મળી કુલ મુદામાલ રૂ. ૧પ૦૮૦ના મુદામાલ સાથે રેઇડ દરમયાન ઝડપાઇ ગયેલ છે.

વર્લી મટકાના આંકડા લખતા ત્રણ ઝડપાયા : એક ફરાર

જામનગર : અહીં સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. એલ.સી. જાડેજાને ફરીયાદ નોંધાવી છે કે તા. ૧-૧ર-ર૦૧૭ના સાધના કોલોની , શાક માર્કેટના ગેઇટ પાસે આ કામના આરોપી રમેશભાઇ મહેશભાઇ ગોહિલ, દિનેશભાઇ પ્રાણજીવનભાઇ આમરણીયા, શૈલેષભાઇ શિવલાલ જોઇસર, રે. જામનગર વાળા જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન રોકડા રૂ. ૧૦૧૩૦ન તથા બોલપેન ંગ-૧, વર્લીની સ્વીપ નંગ-૧ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન એસ-૬ર૬ર મોડલનો મળી કુલ મુદામાલ રૂ. ૧૧૧૩૦ સાથે ઝડપાઇ ગયેલ છે તથા આરોપી હિરેનભાઇ મીસ્ત્રી રે. જામનગર વાળા ફરાર થઇ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી જતા યુવાનનું મોત

જામનગર : અહીં સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોનલબેન વા./ઓ. ધર્મેન્દ્રભાઇ અનંતરાય માંડવીયાએ જાહેર કરેલ છે કે તા. ૧-૧ર-ર૦૧૭ના આ કામે મરણજનતા ધર્મેન્દ્રભાઇ અનંતરાય માંડવીયા ઉ.૪૮ રે. નાગર ચકલો શ્રીકાર એપાર્ટમેન્ટ જામનગરવાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી જતા મરણ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 am IST)