Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જામજોધપુરમાં રૂ. ૧.૮૮ લાખની ચોરી

જામજોધપુર-જામનગર તા. ર :.. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હસમુખભાઇ વશરાભાઇ કાલરિયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩૦-૧ર-ર૦૧૭ ના જામજોધપુર બજરંગ વાડી રીંગ રોડ મકાનમાં આ કામના ફરીયાદના રહેણાક મકાનના મેન દરવાજા ના તાળાનું નકુચા સહિત કોઇપણ ઓજાર વડે તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટ કોઇપણ ઓજાર વડે તોડી તેમાંથી સોનાના દાગીના આશરે ર૧ તોલા જુદા જુદા સમયમાં બનાવેલ તે કિંમત રૂપિયા ૧૬૮૩૦૦ અને રોકડ રૂપિયા ર૦,૦૦૦ ના આમ કુલ ૧૮૮૩૦૦ ની મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

(11:43 am IST)