Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ભાજપને મુળીયા સહિત ઉખેડીને ફેંકી દઇને નવરા કરી દેજોઃ હાર્દિક પટેલ

ભાયાવદરમાં ખેડૂત આક્રોશ સભા

ભાયાવદર તા. ૨ : ગઇકાલે રાત્રીના ૯ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ચોકમાં ૮૦૦૦ પાટીદાર ભાઇઓ-બહેનોની સ્વયંભુ વિશાળ હાજરીમાં અને પાસના સુપ્રીમો હાર્દિક પટેલની ઉપસ્થિતીમાં ભાયાવદરમાં ખેડુત આક્રોશ સભા યોજાયેલ હતી.

આ સભામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજયોમાંથી પાટીદાર આંદોલન સમીતીના હોદ્દેદારો આવેલ હતા જયારે ઉપલેટા, કોલકી, મોટીપાનેલી સહીતના ગામોમાંથી પાટીદારો આવી ગયેલ છે.

આ સભામાં હાર્દિક પટેલ આવતાની સાથે જ જય સરદાર - જય પાટીદારના નારા વચ્ચે એક અવાજે ગુંજી ઉઠેલ હતું. હાર્દિક પટેલે જણાવેલ કે આ ભાજપની સરકાર બધાજ સમાજને જોડવાને બદલે ભાગલા પાડવાની નીતી અપનાવેલ છે. અને ગમે તેવા પ્રલોભનો આવે તો પણ આપણી એકતા તુટવી ન જોઇએ તેમ જણાવેલ તા.૯ના રોજ જોરદાર ભાજપ વિરૂધ્ધ મતદાન કરીને નવરા કરીને તા. ૧૪ ના રોજ ચઉદશીયાને ઘરે ભેવા કરવા આહવાન કરેલ હતું. અને ભાજપને મુળીયા સહીત ઉખેડીને ફેકી દેવા જણાવતા વિશાળ જન મેદનીએ હાથ ઉંચા કરીને સમર્થન આપેલ.

ખેડુતોના કપાસ, મગફળીના ભાવ વિશે બોલનારા અત્યારે દિલ્હીમાં કેમ ચુ પ બેઠા છ.ે ગેસના સિલીન્ડરમાં ૩પ૦ ના ૭૦૦ થઇ ગયા આને વિકાસ કહેવાય તા.રપ ઓગસ્ટના રોજ પાટીદાર ૧૪ યુવાનોની શહાદત ભુલ ન જવા જણાવેલ હતું. અને ભાજપ મત ન આપવા અપીલ કરેલ હતી.

સભાની આભારવિધી રાજકોટ જીલ્લા પાસના સહકન્વીર નયનભાઇ જીવાણીએ કરેલ જુદા જુદા સમાજના આગેવાનોએ હાર્દિક પટેલનું સ્વાગત કરેલ હતી.

(11:41 am IST)