Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જૂનાગઢના ખલીલપુરમાં સેઢા પાડોશીઓ વચ્ચે બઘડાટીઃ ૫ ઉપર જીવલેણ હુમલો

જૂનાગઢ, તા. ૨ :. જૂનાગઢ નજીક આવેલ ખલીલપુર ગામે ગઈકાલે ખેતરમાં ચાલવા બાબતે તકરાર થતા સેઢા પાડોશી પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો થતા ફરીયાદ થઈ છે.

આ અંગે મળતી વિગતો મુજબ બાવલીબેન અમરશી ચાવડા દેવીપૂજક એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ખેતરમાં ચાલવાના પ્રશ્ને ગઈકાલે મોહન નથુ, ભરત નથુ, નાજા મોહન, રમેશ મોહન, ભાવેશ મોહન રે. બધા ખલીલપુરવાળાઓએ ખેતરમાં ચાલવા પ્રશ્ને સાહેદ અમરશીભાઈને કુહાડી મારી ધોકા વડે પથ્થરના ઘા મારી જીવલેણ હુમલો કરતા તાલુકા પોલીસે આ બનાવમાં રાયોટીંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)