Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગુજરાત મેરીટાઈમ બોર્ડ-સોમનાથ ટ્રસ્ટ દ્વારા

સોમનાથ-ત્રિવેણી સંગમની સફાઈનો પ્રારંભઃ અંદાજીત બે કરોડનો થશે ખર્ચ

પ્રભાસપાટણ, તા. ૨ :. સોમનાથ મુકામે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ આવેલ છે. જે હિરણ, કપીલા અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. આ ત્રિવેદી સંગમ આવેલ છે, પરંતુ આ ત્રિવેણી સંગમમાં કાયમી ધોરણે મીઠુ પાણી ભરાય રહે તે માટે મોટી બંધારો ભરાય રહે છે. આ ત્રણેય નદીઓમાં પૂર આવે ત્યારે કચરો આ સંગમમાં ભરાય છે અને વર્ષ દરમ્યાન ત્રિવેણી સંગમ કિનારે પિતૃના મોક્ષાર્થે જે ધાર્મિક વિધિ-વિધાનો થતા હોય છે તે તમામ કચરો આ સંગમમાં પધરાવવામાં આવે છે, જેથી સંગમમાં ગંદકીનંુ ખૂબ જ પ્રમાણ જોવા મળે છે.

આ ત્રિવેણી સંગમની સફાઈ અભિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અંદાજીત બે કરોડના ખર્ચે કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે. અત્યારે સંગમ પાણીથી ભરેલ છે. જેથી આ સંગમમંતી કચરો કાઢવો મુશ્કેલ છે છતા આ ત્રિવેણી સંગમમાં પાણી ઉપર તરી શકે તેવા પોન્ટન મશીન ઉપર હિટાચી મશીન દ્વારા કચરો લઈ અને ત્રિવેણી સંગમ કિનારે ટ્રેકટરો મારફત આ કચરો કાઢવામાં આવી રહેલ છે અને આ કામગીરીમાં ૮ થી ૧૦ ટ્રેકટરો દ્વારા આ કચરો કાઢવાની કામગીરી શરૂ થયેલ છે. કચરો કાઢવાની કામગીરી બે થી ત્રણ માસ ચાલનાર છે.

આ કામગીરી મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ એન્જીનીયર સહિતના કર્મચારીઓની દેખરેખ હેઠળ થઈ રહેલ છે. આ કચરો કાઢવાની કામગીરી થતા તિર્થ પૂરોહિતો અને ધાર્મિક વિધિ માટે આવતા યાત્રિકોને   આ ગંદકીમાંથી  મુકિત  મળશે.

(10:14 am IST)