Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જુનાગઢ : ફાયરીંગ પ્રેકટીસ સબબ પ્રવેશબંધીનું જાહેરનામું

જુનાગઢ તા.૨ : બીન હથિયારી લોકરક્ષક બેચ નં.૧૧ના કુલ ૧૨૫૯ તાલીમાર્થીઓ તેમજ હથિયારધારીલોકરક્ષક બેચનં ૬ના કુલ૧૭૭ તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેકટીસ લેવા માટે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢના બફેલ રેન્જ ખાતે પ્રેકટીસ માટે તા.૧/૧૨/૨૦૧૭ થી તા.૩૧/૧૨/૨૦૧૭ સવારે ૬.૦૦ થી સાંજના ૧૮.૦૦ કલાક સુધી પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢના બફેલ રેન્જના આજુબાજુના એક કિ.મી.ના વિસ્તારમાં રાહદારીઓને તેમજ વાહનોને પ્રવેશ બંધી ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.વી.અંતાણીઅ ેપ્રસિધ્ધ કરેલ છે.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી-૧૮માં યોજાશે

ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના  ઉપક્રમે આગામી જાન્યુઆરી ૨૦૧૮માં જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતીઓ માટેની અખીલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૦૦૦ પગથિયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓ માટે સ્પર્ધાની સમય મર્યાદા ૨ કલાક અને બહેનો માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નીયત સમય મર્યાદામાં પુર્ણ કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની રમત ગમત અધિકારીની કચેરીએથી રૂરૂમાં મળશે. તેમજ વધુંમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧,પ્રથમ માળ, બહુમાળી ભવન,સરદાર બાગ,જૂનાગઢ ખાતેથી પણ વિના મુલ્યે મળી શકશે. તેમજ www.girnarcompetition.com પરથીઓન લાઇન મળી શકશે.દરેશ સ્પર્ધકોએ નીયત પ્રવેશપત્ર માંગ્યા મુજબનની પુરી વિગત સાથે જિલલા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ ખાતે તા.૨૦-૧૨-૧૭ સુધીમાં પહોંચતા કરવાના રહેશે.સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. સ્પર્ધાની તારીખ દૈનિક અખબારોમાં પ્રસિધ્ધ કરવામાં આવશે નહી. વધું વિગતો માટે કચેરીના ફોન ૦૨૮૫-૨૬૩૦૪૯૦નો સંપર્ક કરવાનો રહેશે.

 

(9:45 am IST)