Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

કેશોદ વિધાનસભા મતક્ષેત્રમાં કાયદો વ્યવસ્થાની જાગૃતિ માટે ફલેગમાર્ચ

 જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં સમગ્ર રાજયની વિધાનસભાની સામાન્ય ચુંટણીનાં પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન સાથે પાંચ બેઠકોનું મતદાન થનાર છે. જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો. રાહુલ ગુપ્તાનાં માર્ગદર્શન અને આગેવાની તળે જૂનાગઢ જિલ્લા ચુંટણી તંત્ર આ ચુંટણીઓ પારદર્શક માહોલમાં અને આચાર સંહિતાનાં સુચારૂ અમલવારી સાથે યોજાય તેવા પુખ્તા પગલા લેવામાં આવ્યા છે. મતદારો પોતાનો મત કોઇપણ ભય કે દબાણ વિના આપી શકે સાથે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક નિલેષભાઇ ઝાઝડીયાનાં માર્ગદર્શન તળે કેશોદ ખાતે પોલીસ જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. મથકમાં ફરજ બજાવનાર ફર્સ્ટ પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવશે તેમ આસીસ્ટન્ટ ચુંટણી અધિકારી અને મામલતદારે જણાવ્યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ જોષી, જૂનાગઢ)

 

(9:42 am IST)