Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જુનાગઢમાં હત્યા-મારામારી સહિત એક ડઝનથી વધુ ગુન્હામાં સંડોવાયેલ સોહિલ સૈયદ ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર : જુનાગઢ અને જીલ્લામાં હત્યા, મારામારી, હથિયારધારાના એક ડઝનથી વધુ ગુન્હાઓમાં સંડોવાયેલ માણાવદરના સોહિલ ઉર્ફે બાપુડી સાદીકમીંયા કાદરી સેયદ (ઉ.વ. ર૬) ને જુનાગઢ એસઓજી ટીમે દેશી બનાવટની ૧ પિસ્ટલ, ૧ તમંચો તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડયો છે.

આ પ્રકરણમાં મધ્યપ્રદેશના રામુ પંડિતની પોલીસે શોધખોળ કરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.ઇન્સ.એચ.આઇ. ભાટી તથા પો. સબ ઇન્સ. જે.એમ. વાળા, એમ.જે. કોડીયાતર તથા એએસઆઇ એમ.વી. કુવાડીયા, પી.એમ. ભારાઇ, એચ.કે. પીઠીયા તથા પો. હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ. અનિરૂદ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રવિરાજ વાળા, જયેશભાઇ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(3:32 pm IST)