Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા સરદાર જયંતિ અને ઇંદિરા ગાંધીના નિર્વાણ દિનની ઉજવણી

જૂનાગઢ :જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તેમાં ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્ત્।ે બન્નેને સુતર ની આટી અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા. જેમા જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતી પ્રમુખ અમિતભાઈ પટેલ, જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયા તેમજ શહેર - જીલ્લા કોંગ્રેસ સમિતિના તમામ મુખ્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)