Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સૈનિક સ્કુલ બાલાચડીમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી

 જામનગરઃ સૈનિક સ્કુલ બાલાચડી, જામનગરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સ્કુલના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવીન્દરસિંહ, ઉપાચાર્ય લેપ્ટીનન્ટ કમાન્ડર મનુ અરોરા, પ્રસાશનિક અધિકારી સ્કોડન લિડર મહેકુમાર અને સ્કુલના તમામ કર્મચારીએ 'રાષ્ટ્રીય એકતા'ની શપથ લીધી હતી જયારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન માધ્યમ દ્વારા ઘરેથી જ શપથ લીધી હતી. આ મહત્વપૂર્ણ દિવસે ઓનલાઇન મોડ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓનલાઇન કવીઝ ઉપરાંત ધોરણ ૬ અને ૭ માટે સ્લોગન મેકિંગ સ્પર્ધા, ધોરણ ૮ માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા અને ધોરણ ૭ માટે નિબંધલેખન સ્પર્ધા જેવા કાર્યક્રમોની સમાવેશ થાય છે.

(12:58 pm IST)