Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પડધરી તાલુકા ભાજપ દ્વારા કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર :.. પડધરી તાલુકા ભાજપ દ્વારા ગુજરાતન પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અપાઇ હતી. ગુજરાતના દિગ્ગજ નેતા એ તેમના કાર્યકાળમાં કોઠાસુજ સક્ષમ નેતૃત્વ દ્વારા કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. તંદુસ્ત સમાજમાં જીવલેણ રોગ સમાન પ્રસરી રહેલ. ભુખ, ભય અને ભ્રષ્ટ્રાચાર નેસ્ત નાબુદ કરી ગુજરાતમાં સુશાસનનો પ્રારંભ કરેલ, લોકોના પ્રશ્ને હર હંમેશ જાગૃત રહી લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેતા, કુંવરબાઇનું મામેરૂ, ગોકુળ ગ્રામ યોજના, ચેક ડેમ, પિવાના પાણીની યોજના અનેક વિધ યોજનાઓ અમલમાં લાવી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સદા અગ્રેસર રહી અનેરૂ યોગદાન આપેલ., જીવનની હરપળે સ્નેહથી સર્વેના હૈયે વસ્તા રહ્યા એવા પોતિકા આદરણીય નેતાને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી આપી હતી.

આ તકે પડધરી તાલુકા ભાજપ પ્રમુખશ્રી હઠુભા જાડેજા, મંત્રીશ્રી મનોજભાઇ પેઢડીયા, પડધરી ગ્રામ પંચાયત પૂર્વ સરપંચશ્રી ડો. વિજયભાઇ પરમાર, ડો. જી. એલ. વસાણી, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય ધીરૂભાઇ તળપદા, નિલેશભાઇ તળપદા, હરદેવસિંહ જાડેજા, પ્રદ્યુમનભાઇ સાતા, વાલાભાઇ પરમાર, નાનજીભાઇ ડાંગર, દિવ્યેશભાઇ કોટક, વિગેરે ઉપસ્થીત રહ્યા હતાં.  

(12:56 pm IST)