Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જામનગરમાં રસ્તામાંથી દૂર ઉભા રહો તેમ કહી માર માર્યાની ફરીયાદ

જામનગર, તા.૨: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચંદુલાલ પરશોતમભાઈ મહેતા એ ફરીયાદ નોંધાવી છે કે, શાક માર્કેટ વડલાની આગળ ડેલા પાસે ફરીયાદી ચંદુલાલ તથા સાહેદો ઉભા હોય ત્યારે આરોપી દિનેશભાઈ વેલજીભાઈ જેઠવા,  રસ્તામાંથી દુર ઉભા રહો તેમ કહી ગાળો કાઢી ફરીયાદી ચંદુલાલને વાસાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂ સાથે ત્રણ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેષભાઈ જગદીશભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે,  ખોડીયાર કોલોની પોલીસ ચોકીની સામેની ગલીમાં આરોપી વિરમભાઈ લાખાભાઈ ગામાણા, બોધાભાઈ માલદેભાઈ રૂડા, ડાડુભાઈ સીદાભાઈ  એ પોતાના કબ્જા ભોગવટાની સીલ્વર કલરની હોન્ડા સીટી કાર જેના રજી.નં. જી.જે.–૧૦–સી.જી.–૦પ૪પ મા એક ઈગ્લીશ દારૂની બોટલ જેમા આશરે ર૦૦ એમ.એલ. જેટલો હોય જેની કિંમત રૂ.ર૦૦/– ગણી તથા એક પ્લાસ્ટીકની દેશી પીવાની દારૂની બોટલ જેમાં લીટર–૦૧ જેની કિંમત રૂ.ર૦/– ગણી તથા કારની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– ગણી તથા એક સીલ્વર કરલની એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.એચ.–૦૮ર૮ માં એક કંપની શીલબંધ બોટલ નંગ–૧ જેની કિંમત રૂ.પ૦૦ની ગેરકાયદેસર પાસ પરમીટ વગર રાખી એકટીવા મોટરસાયકલ ની કિંમત રૂ.ર૦,૦૦૦/– માં ઈંગ્લીશ દારૂ સાથે કુલ મુદામાલ રૂ.ર૦,૭ર૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ધીરેનભાઈ ગુટકા, રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે.

દુઃખ ત્રાસ આપવાની ફરીયાદ પાછી ખેંચવા અંગે ધમકી આપી

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ખદીજાબેન આમદભાઈ કાદરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૧૦–ર૦ર૦ના કાલાવડનાકા પુલ પર આરોપી આમદભાઈ આરીફભાઈ કાદરી, તથા તેના પરીવાર વિરૂઘ્ધ નો દુઃખ ત્રાસ નો કોર્ટમાં કેસ કરેલ જે પાછો ખેંચી લેવા માટ સાહેદ હુસેનાબેન મારફતે આરોપી આમદભાઈ એ ફરીયાદી ખદીજાબેનને તથા તેના દિકરા ને જાનથી પતાવી દેવાની ધમકી આપી ફરીયાદી ખદીજાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી ગુનો કરેલ છે.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, આણદાબાવાનો ચકલા, રાજમંદિર પાન પાસે આરોપી વિંકી પ્રકાશભાઈ રાયચુર રે. જામનગરવાળા જાહેરમાં પોતાના મોબાઈલમાં યુ.એ.ઈ.ના દુબઈમાં ઈન્ડીયન પ્રીમીયર લીગ ર૦–ર૦ ની કોલકતા નાઈટ રાઈડર તથા રાજસ્થાન રોયલ વચ્ચે રમતા ર૦–ર૦ મેચમાં હારજીત વિગેરે પર સોદાઓ પાડી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧૭૦/– તથા મોબાઈલ ફોન ૧, કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૧૭૦/– ના મુદામાલ  સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી કલ્પેશ પાસે હારજીતનો સોદો કરાવી ગુનો કરેલ છે આરોપી કલ્પેશ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ સરદાર કોમપ્લેક્ષ નીચે આરોપી જાવેદ યુુનુસભાઈ કચ્છી, અર્જુન દામજીભાઈ ઠેસીયા, રે. કાલાવડવાળા પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ એકચેન્જ તથા ક્રિકેટ મઝા૧૧ નામની એપ્લીકેશનમાં દુબઈમાં ચાલુ કિંગ ઇલેવન તથા ચેન્નાઈ સુપર કીંગ વચ્ચે રમતી ર૦–ર૦ રમાતી લીંગ મેચના સેસન તથા હારજીતમાં રૂપિયા લગાડી પૈસાની હારજીત કરી ક્રિકેટનો સટ્ટો રમી રોકડા રકમ રૂ.રરપ૦/– તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧રરપ૦/– ના મુદામાલ સાથે બંને ઈસમો ઝડપાઈ ગયેલ છે

(12:55 pm IST)