Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જામવાળી પાસે ટ્રક ડ્રાઇવરને ત્રણ શખ્સોએ માર માર્યો

ગોંડલ,તા.૨ :  તાલુકાના મસીતીયા ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા વિનુભાઈ ઉર્ફે રમેશભાઈ ડાહ્યાભાઈ બગડાને નાથાભાઈ હિંમતલાલ રહે હડમતાળા તાલુકો કોટડા સાંગાણી વાળા સાથે પગાર પગાર ના પૈસા બાબતે માથાકૂટ થઈ હોય બાદ જામવાળી પાસે નાથાભાઈના બે દીકરા અને ભત્રીજા એમ ત્રણ શખ્સોએ ઢીકા પાટું નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૨૦૧૪ જી પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:48 am IST)