Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મોટી ખીલોરી ગામે વૃદ્ઘને ખેતરના વાવેતર ભાગ્યા એ માર માર્યો

 ગોંડલ,તા.૨ : ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા જીવાભાઈ માંડણભાઇ બાબરીયા ઉંમર વર્ષ ૬૯ને તેના જ ખેતરના વાવેતરના ત્રીજા ભાગના ભાગ્યા વિનુ ગોગનભાઈ સોજીત્રા એ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૨ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

 ફરિયાદી જીવાભાઈ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેતરમાં ટુકડા ઘઉં વાવવાનું કહેતા વિનુભાઈ એકદમ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો.

(11:47 am IST)