Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે વિશેષ પ્રતિભા સાથે છવાયેલ નિર્માતા ભાવનગરના હર્ષદ કંડોલિયાને એવોર્ડ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.રઃ ગુજરાતી મનોરંજન દુનિયામાં  નામી અનામી, પરદા ઉપરની અને પરદા પાછળની એવી અનેક પ્રતિભાઓ છે જે વિશિષ્ટ અને ગૌરવપ્રદ છે. આવી પ્રતિભાવંત પ્રતિભાઓને સન્માનિત કરતો સીનેમેજીક  Unique Identity Awards  (વિશિષ્ટ ઓળખ એવોર્ડસ) સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ભાવનગરના જાણીતા ફિલ્મ નિર્માતા અને પત્રકાર ભાવનગરના હર્ષદ કંડોલિયાને ગુજરાતી ફિલ્મના મશહૂર લેખક- દિગર્શક કેશવ રાઠોડના વરદ હસ્તે વિશિષ્ટ એવોર્ડથી સન્માનીત કરવા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્માતા હર્ષદ કંડોલિયા એ 'કંડોલિયા ફિલ્મસ' બેનર તળે છેલ્લા વર્ષોમાં એક એક થી ચડિયાતી ગુજરાતી ફિલ્મો આપી છે. આગામી દિવસોમાં ફરી એકવાર તેમની વધુ એક ફિલ્મ ધૂમ માચાવવા આવી રહી છે. ત્યારે તેમના એવોર્ડ સન્માનથી ફિલ્મ જગતમાં ખુશી વ્યાપી છે.આ ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અનેક હસ્તીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી

(11:44 am IST)