Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરેન્દ્રનગરમાં ૧૦૭ ભુતિયા નળ જોડાણો રેગ્યુલર થયા

વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના વહિવટદાર અનીલકુમાર ગોસ્વામી તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયા એન્જિનિયર કે જી હેરમાના માર્ગદર્શન હેઠળ હાઉસટેક્ષ ઇન્સ્પેકટર છત્રપાલસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા ઇન્દ્રપ્રસ્થ રતનપર માં સ્થળ ઉપર જાઇને તમામને નળ કનેકશનના ફોર્મ રૂબરુ જાઇને ભરાવીયા અને નાગરીકોને ફોર્મ ભરાવીને કનેકશન ચાર્જ ૪૫૫ રૂપીયા નગરપાલિકાએ ઓફીસ એ નો ભરવા આવુ પડે તેના અનુસંધાને છત્રપાલસિંહ ઝાલાએ ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાની મંજુરી લઇને ઇન્દ્રપ્રસ્થ રતનપરના નાગરીકોને ત્યાં ને ત્યાંજ કેસ બારી ખોલીને સ્થળ પરજ ૪૫૫ ની પહોચ આપી દીધી હતી..

તેવી સૂવીધા ઓ ત્યાંજ મળતાં નાગરીકો ખુબજ ખુશ થયા હતાં અને તેઓના ૧૧ થી ૨ વાગ્યા સુધીમાં ૧૦૭ કનેકશન રેગ્યુલરાઇઝ થયા અને હજુ પણ સાંજે ૫ થી ૮ વાગ્યા સુદ્યી બીજો રાઉન્ડ લેવાનો છે તેમજ તમામ ગલીના મકાનોનુ ઉપર નીચે હાઉસટેક્ષ ઇન્સ્પેકટર છત્રપાલસિંહ ઝાલા ભરતભાઇ દવે નીલેશભાઇ દવે મુલતાની ભાઇ તેમજ તમામ કર્મચારીઓ એ માપણી કરી અને જેમને જે વાંધો હતો તે દુર કર્યો અને તેમને બીલ તેમના નામનુ ઇશ્યુ કરવામાં આવશે ઇન્દ્રપ્રસ્થ બનાવનાર ભાગીદારોમાં ગોપાલભાઈ પટેલ એ આ કેમ્પ કરીયો હતો લોકો ને ત્યાં નળ કનેકશન રેગ્યુલરાઇઝ કરીને કનેકશન ચાર્જ પણ ત્યાં લઇને ઇન્દ્રપ્રસ્થના નાગરીકો ખુબજ ખુશ થયા હતા ..

ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા તેમજ હાઉસટેક્ષ ઇન્સ્પેકટર છત્રપાલસિંહ ઝાલા શહેર ના નાગરીકો ને જણાવે છે કે બીજા કોઇપણ ટાઉનશિપ માં આ રીતે કેમ્પ કરવાનુ કહેશે તો નગરપાલિકા સ્થળપર જાઇને તમામ કામગીરી કરશે.

નાગરીકો પાસે ભુતીયા કનેકશન નો રેગ્યુલરાઇઝ કરવાનો છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ છે એ પછી કોઇની દલીલ સાભળવામાં નહીં આવે પછી જો ભુતીયુ કનેકશન સર્વે માં પકડાશે તો પેન્લટી વસુલ કરીને પાણી નુ કનેકશન કાપી નાખવામાં આવશે પછી ફરી આપવામાં આવશે નહીં જેથી સુરેન્દ્રનગર દુદ્યરેજ વઢવાણ નગરપાલિકા ના વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને  તમારુ ગેર કાયદેસર ભુતીયુ કનેકશન કાયદેસર કરીનાખો ભલે તમે જેટલા વર્ષ ફ્રીમાં વાપરીયૂ હોય પછી ૩૧૧૨/૨૦૨૦/ પછી જેટલા વર્ષ થી છે તેટલા વર્ષ ના રૂપીયા ૬૦૦ તેમજ પેનલ્ટી તેમજ તે વસુલ કરીને પાણી કનેકશન કાપી નાખવામાં આવશે ઇન્દ્રપ્રસ્થ એ ૧૦૭ રહેણાંક ના મકાનો ના માલીકો એ લાભ લીદ્યો હતો અને તમામ લોકો ખુશ થયા હતા તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયા પણ કામગીરી પૂર્ણ નો થાય ત્યાં સુધી હાજર રહ્યા હતા.

(11:44 am IST)