Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા COVID 19 અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા

પ્રભાસ પાટણઃ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારાવર્તમાન પરિસ્થિતિમાં જે ણૂંરુજ્ઞ્ફુ ૧૯ ની મહામારી ચાલી રહી છે અને સમગ્ર લોકો જયારે કોરોના રોગનો સામનો કરી રહ્યા છે ત્યારે તમામ લોકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આ રોગથી બચવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી એ માટે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા ત્રણ પ્રકારના વિડીયોની શ્રેણી વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર કરવામાં આવી છે જે તમામ વોટસએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા તથા પોસ્ટર પ્રદર્શન દ્વારા જિલ્લાના તમામ તાલુકા અને ગામડાઓ સુધી પહોંચે એ માટે શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સતત કાર્ય કરી રહ્યું છે આ ત્રણ વીડિયોમાં કોરોના અને આપણે, માસ્ક ઓન સ્માઈલ ઓન અને હોમ કવોરેન્ટાઈન બેઝિક જેવા વિષયો રાખવામાં આવેલ છે. આ માહિતી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નગરપાલિકા કચેરી વેરાવળ ના મુખ્ય પ્રવેશદ્વાર પર, શ્રી સોમનાથ ટ્રસ્ટ કાર્યાલય, સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, એસ.ટી સ્ટેશન સોમનાથ, જેવા સ્થળોએ પોસ્ટરો લગાડી  લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ તેમજ આ સાથે પ્રભાસ પાટણ મેઇન બજાર, શ્રીસોમનાથ મંદિર પટાંગણ, ઉમરેઠી, ઘુસિયા,  ઈણાજ, સેમરવાવ, લોઢવા વિગેરે ગામોમાં પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવેલ. તેમજ જિલ્લાની ૧૦ જેટલી શાળાઓમાં માઈક્રોસોફ્ટ વર્ચ્યુઅલ મીટીંગ તથા વેબીનાર દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સુધી માહિતી પહોંચાડવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા, વિજયભાઈ કોટડીયા, ધર્મેશભાઈ મકાણી, મયુરભાઈ સોલંકી તથા પ્રશાંતભાઈ બારડ  જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:42 am IST)