Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પાણશીણા અને ધ્રાંગધ્રા પાસેથી ૪૧ લાખનો દારૂ ઝડપાયોઃ બેની ધરપકડ

નારીયેળના કોથળાની આડમાં છૂપાવેલ ૬૪૦૮ બોટલો કબ્જેઃ હાઇવે ઉપર ટ્રક મુકીને ચાલક નાસી ગયોઃ સુરેન્દ્રનગર LCB પોલીસની સફળ કામગીરીઃ સિમેન્ટની મીક્ષર ટ્રકમાં છૂપાવેલ ૩૬૦૬ બોટલો કબ્જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રઃ મ્હે. પોલીસ અધિક્ષક  શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રાનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી. એમ. ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય.

જે અન્વયે શ્રી ડી. એમ. ઢોલ સાહેબે એલ.સી.બી. ટીમને તાજેતરમાં જ લીંબડી વિધાનસભાની પેટા ચુંટણી હોય તેમજ નજીકમાં જ દિવાળીનો તહેવાર આવતોહોય જેથી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, બહારના રાજયના વાહનો કવરીંગ સાથે વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્ર ભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી આવા વાહનો ચેક કરી પ્રોહી અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા, પો. સબ. ઇન્સ. શ્રી વી. આર. જાડેજા તથા એલ.સી.બી. લટીમ દ્વારા લીંબડી નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તેમજ પાણશીણા બોર્ડ નજીક હાઇવે રોડ ઉપર અસરકારક રીતે વાહન ચેકીંગ કરતા ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપી ટાટા કંપનીનો ટ્રક રજી. નંબર જી.જે.-૧પ-ઝેડ-૦૪૯૪ વાળાનો ચાલક પોતાના કબજા ભોગવટા વાળા ટ્રકમાં સુકા નાળીયેરના કોથળાના કવરીંગમાં ગે. કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિયલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો જેમાં (૧) મેકડોવેલ્સ નં. ૧ સુપેરીયર વ્હીસ્કી ઓરીજનલ બોટલો નંગ-૪૭ર૮ કી. રૂા. ૧૭,૭૩,૦૦૦/- (ર) રોયલ ચેલેન્થજર કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૧૬૮૦ કી. રૂા. ૭૩,૬૦૦/- મળી કુલ બોટલો નંગ-૬૪૦૮ કી. રૂા. ૪૬,૬૦૦/- તથા ટાટા કંપનીનો ટ્રક રજી. નંબર જી.જે.-૧પ-ઝેડ-૦૪૯૪ કી. રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા ટ્રકના આર.ટી.ઓ. કાગળોની ફાઇલ, બીલ્ટી. મોબાઇલના બીલ વિગેરે મળી કુલ રૂા. ૩જ્ઞ,૪૮,૧૦૦/- ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરી, વિદેશી દારૂનો જથ્થો ભરી ભરાવી, પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વેચાણ કટીંગ અર્થે લાવી, તમામ આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી રેઇડ દરમ્યાન ટ્રકનો ચાલક ટ્રક મુકી નાશી જઇ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જયારે એલ.સી.બી. પો. સબ ઇન્સ. વી. આર. જાડેજા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો. ઇન્સ. ડી. એમ. ઢોલને મળેલ હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ-કચ્છ હાઇવે ઉપર એમ. કે. હોટલ ધ્રાંગધ્રા ખાતે રોડ ઉપર વોચ તપાસ ગોઠવી હકીકત વાળા અશોક લેલન્ડ કંપનીના મીલર ગાડી નં. જીજે-૧૧-૭ીટી-૯ર૧૮ ટ્રકને અટકાવી ડ્રાયવર ભેરૂલાલ લડુલાલ રબારી ઉ.વ. ૪૦ તથા કલીનર લટુરામ ગોકલજી રબારી ઉ.વ. ૩પ રહે. બંને ખાખરમાલા તા. રાયપુરા જી. ભીલવાડા (રાજસ્થાન) વાળાઓને પકડી પાડી પોતાના ગે. કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો જેમાં (૧) મેકડોવેલ્સ નં. ૧ ીસુપેરીયર વ્હીસ્કી ઓરીજનલ બોટલો નંગ-ર૯પ૮ કી. રૂા. ૧૧,૦૯,રપ૦/- (ર) રોયલ ચેલેન્જર કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૬૪૮ કી. રૂા. ૩,૩૬,૯૬૦/- મળી કુલ બોટલો-૩૭૦૬ કી. રૂા. ૧૪,૪૬,ર૧૦/- તથા અશોક લેલન્ડ મીલર ટ્રક નં. જીજે-૧૧-ટીટી-૯ર૧૮ કી. રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા આર.ટી.ઓ. કાગળોની ફાઇલ કિ. ૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ. રૂ. ૬પ૦૦/- તથા રોકડા રૂ. પ૭૦/- તથા આરોપીનું ડ્રા. લા-૧ કિ. રૂ. ૦૦/- તથા ડેબીટ કાર્ડ-૧ કિ. રૂ. ૦૦/- એમ મળી કુલ રૂ. ર૪,પ૩,ર૮૦/- ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાઇ જઇ બંને આરોપીઓ તથા વિદેશી દારૂનો જથ્થો ભરાવી ભરાવી પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વેચાણ કટીંગ અર્થે મોકલાવી મોકલનાર આરોપી નં.-૩ અરવિંદભાઇ રહે. આબુ રોડ વાળો રેઇડ દરમ્યાન હાજર મળી નહીં આવતા તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પો.સબ. ઇન્સ. વી. આર. જાડેઢજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, વાજસુરભા લાભુભા, રૂતુરાજસિંહ નારસંગભા તથા પો. હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ, જુવાનસિંહ મનુભા, અમરકુમાર કનુભા, નિકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, દિલીપભાઇ ભુપતભાઇ, અશ્વીનભાઇ ઠારણભાઇ, અજયસિંહ વિજયસિંહ, સંજયભાઇ પ્રવ્ીણભાઇ, કુલદિપસિંહ રપાલસિંહ, નિર્મળસિંહ મંગળસિંહ, સંજયસિંહ ઘનશ્યામસિંહ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીલટી કેસ શોધી કાઢેલ છે.

(11:22 am IST)