Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

માળિયાની ભીમસર ચોકડીએ ૩ હથિયાર, ૧૯ કાર્ટીસ અને ર મેગ્જીન સાથે બે ઝડપાયા

પેટા ચૂંટણી પૂર્વે હથિયારોની મોટી હેરાફેરી એલસીબીએ ઝડપી

 મોરબી,તા.૨ : મોરબી પેટા ચૂંટણી નજીક છે ત્યારે હથિયારોની હેરાફેરી રોકવા એલસીબી સહિતની ટીમ કાર્યરત હોય જેમાં એલસીબી ટીમને મોટી સફળતા મળી છે આજે માળિયાની ભીમસર ચોકડી પાસેથી એલસીબી ટીમે ૨ દેશી પિસ્તોલ, એક દેશી તમંચો તેમજ ૧૯ કાર્ટીઝ તથા ૨ મેગ્જીન સાથે બે ઇસમોને દબોચી લઈને વધુ તપાસ ચલાવી છે

 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઈને એલસીબી ટીમ સઘન પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાની ભીમસર ચોકડી પાસે હથિયારોની બે ઈસમો હેરાફેરી કરવાના હોય તેવી બાતમી મળી હતી જેથી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા ભીમસર ચોકડી પાસેથી કેતન ચંદ્રકાંત પંચોલી રહે કવાટ ગાયત્રીનગર જી છોટા ઉદેપુર અને દીપક નંદકિશોર શર્મા રહે વડોદરા વાળાને ઝડપી લઈને પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૨૦ હજાર, દેશી તમંચો ૧ નંગ કીમત રૂ ૫૦૦૦ તેમજ જીવતા કાર્ટીઝ નંગ ૧૯ કીમત રૂ ૧૯૦૦ અને ખાલી મેગ્જીન નંગ ૨ કીમત રૂ ૨૦૦ સહીત કુલ રૂ ૨૭,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે

ઝડપાયેલ આરોપીઓ ભીમસર ચોકડીએ કોઈ ચોક્કસ ગ્રાહકને હથિયાર અને કાર્ટીઝ વેચવાના ઈરાદે નહોતા આવ્યા પરંતુ કોઈ ગ્રાહક મળી જાય તેની શોધમાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે તો પેટા ચૂંટણી પૂર્વે એલસીબી ટીમને મોટી સફળતા મળી છે ઝડપાયેલ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની માહિતી પણ એલસીબી ટીમ પાસેથી પ્રાપ્ત થઇ છે.

(11:21 am IST)