Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સૌરાષ્ટ્ર -કચ્છમાં વધતી ઠંડી : નલીયા ૧૪.૭ ડિગ્રી

જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ : બપોરે ગરમી

રાજકોટ,તા. ૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  ધીમે-ધીમે શિયાળાનો માહોલ બરાબરનો જામતો જાય છે અને લઘુતમ તાપમાન પણ ઘટાડો થઇ રહ્યો છે.

આજે કચ્છના નલીયામાં રાજ્યનું સૌથી નીચુ ૧૪.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે રાજકોટમાં ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અરસથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના ૧૪ શહેરોમાં ઠંડીનો પારો ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. જેને પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો ૧૮  ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગના નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે. જેનું કારણ ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલો પ્રશાંત મહાસાગરને માનવામાં આવી રહ્યું છે. નોધનીય છે કે , રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યકત કર્યું છે. અંબાલાલના અનુમાન મુજબ સમગ્ર ઋતુ અને ખેતી વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં પરોઢિયે વધુ ઠંડી પડશે અને આ મહિનાની ૩૧ મી તારીખથી ૭ નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુનું સર્જન થશે. કોઇ કોઇ ભાગોમાં હળવું માવઠું થઇ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ૭ મી નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે છે અને ૧૮-૧૯ નવેમ્બર આસપાસ સવારે ઠંડીનો વધુ ચમકારો આવી શકે છે.

સોરઠમાં ગુલાબી ઠંડીનું મોજુ

રાજકોટ,તા. ૨: ગઇ કાલે જૂનાગઢના કેશોદમાં ૧૯.૪  ભાવનગરમાં ૧૯.૯, અમરેલીમાં ૧૯.૧, દિવમાં ૧૯.૬, સુરેન્દ્રનગરમાં ૧૯.૫ ડિગ્રી, ભાવનગરમાં ૨૦.૬, વેરાવળમાં ૨૨, દ્વારકામાં ૨૩.૫, ઓખામાં ૨૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : સોરઠમાં આજે સવારના તાપમાનમાં ઘટાડો થતા ગુલાબી ઠંડી વધી હતી.

આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી વાતાવરણમાં ેભજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૬ કિ.મી.ની રહી તી.

સવારનું તાપમાન ઘટવાને કારણે સોરઠમાં ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૯.૦ ડિગ્રી

ડીસા

૧૬.૯ ''

વડોદરા

૧૯.૦ ''

સુરત

૨૩.૩ ''

રાજકોટ

૧૭.૬''

કેશોદ

૧૭.૪ ''

ભાવનગર

૨૦.૨ ''

જૂનાગઢ

૧૭.૪ ''

પોરબંદર

૧૯.૯ ''

વેરાવળ

૨૨.૧''

દ્વારકા

૨૨.૫''

ઓખા

૨૫.૨ ''

ભુજ

૨૦.૨''

નલીયા

૧૪.૭''

સુરેન્દ્રનગર

૧૯.૦''

ન્યુ કંડલા

૧૯.૯ ''

કંડલા એરપોર્ટ

૧૭.૭''

અમરેલી

૧૮.૭ ''

ગાંધીનગર

૧૭.૦ ''

મહુવા

૧૮.૭ ''

દિવ

૧૯.૪ ''

વલસાડ

૧૭.૦ ''

વલ્લભ વિદ્યાનગર

૧૯.૨ ''

(12:51 pm IST)