Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કચ્છમાં ૫ લાખની લૂંટ

અંજાર પાસે કંપની મેનેજરના ડ્રાઈવરની આંખમાં સ્પ્રે છાંટી, મેનેજરનું લેપટોપ, રોકડ અને કારની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨ : અંજારના મોડવદર ગામે આવેલી શીલ ઓઈલ એન્ડ ફેટસ કંપનીના મેનેજર શ્રીરીસ સુશીલચંદ્ર શ્રીવાસ્તવ આદિપુરથી પોતાની ફેકટરીએ આવી રહ્યા હતા ત્યારે વરસામેડી નજીક તેમની સાથે દિલધડક લુંટનો બનાવ બન્યો હતો. તેમની ઇકો કારને બાગેશ્રી સોસાયટી પાસે બે યુવાનોએ અટકાવી ડ્રાઈવરની આંખમાં સ્પ્રે છાંટી તેને નીચે ઉતારી કારની ચાવી ઝુંટવી લીધી હતી. બાદમાં પાછળ બેઠેલા કંપની મેનેજરને દેશી કટ્ટા જેવું હથિયાર બતાવી ફાયરિંગ કરવાની ધમકી આપતા કંપની મેનેજર બીજા દરવાજેથી કાર મુકીને નાસી છુટ્યા હતા. એટલે આરોપીઓ ૫ લાખની કાર, ૨૦ હજારનું લેપટોપ અને ૧૫ હજારની રોકડ ઉપરાંત અન્ય કાગળો લઈ કાર સાથે જ નાસી છુટ્યા હતા. પોલીસે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)