Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગોંડલમાં ઓનલાઇન રાસગરબા સ્પર્ધા

ગોંડલ : રોટરી કલબ ઓફ ગોંડલ દ્વારા ઓન લાઇન રાસ ગરબા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા ખેલૈયા ઓ જોડાયા હતા તેમાંથી ૧૬ ખેલૈયાઓ સિલેકટ કરવામાં આવેલ હતા. તેમને પ્રોત્સાહિત કરવા વિજેતાઓને ઇનામ હેવન રેસોર્ટ નેમિસભાઈ તેમજ હરસિધ્ધિ મેડીસીન્સ તરફથી આપવામાં આવેલ હતા. આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ જીતુભાઇ માંડલીક, સેક્રેટરી હિરેનભાઈ, કેતનભાઈ, યોગેન્દ્રભાઈ તેમજ કલબ મેમ્બરોએ જહેમત ઉઠાવેલ હતી. વિજેતાઓની તસ્વીર.

(10:17 am IST)