Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગઢડામાં મોહનભાઇના સમર્થનમાં સંમેલન : ગાયત્રીબા દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર

 રાજકોટ : ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ અને લડાયક મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા ગઢડા વિધાન સભાના લોકપ્રિય ઉમેદવાર મોહનભાઈના સમર્થનમા ગઢડા અને વલ્લભીપુર ખાતે સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમજ ગઢડાની મુખ્ય બજારમાં વિશાળ રેલી યોજી ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બોટાદ શહેર-જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ ગીતાબેન પરમાર,ભાવનગર જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ મધુબેન બારૈયા,ભાવનગર શહેર પારુલબેન ત્રિવેદી, પ્રદેશ મંત્રી દર્શનાબેન જોશીની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં આગેવાન અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

(10:17 am IST)