Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

હળવદના ટીકર રોડ પર ડમ્પર અને બોલેરો પીકપ વચ્ચે અકસ્માત

ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

 ( દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૨: હળવદના ટીકર રોડ પર આવેલ મકારી હનુમાનજી ના મંદિર પાસે આજે બપોર ના ડમ્પર અને બોલેરો પીકપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેથી તેઓને પ્રથમ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોર ૩ વાગ્યા પછી સમયે હળવદ તાલુકાના ટીકર ગામ જવાના રોડ પર આવેલ મકારી હનુમાનજી મંદિર પાસે હળવદ થી ટીકર તરફ જઇ રહેલી બોલેરો પીકપ અને ટીકર તરફથી હળવદ આવી રહેલ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બોલેરો પીકપ માં સવાર ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું છે. મકારી હનુમાનજી મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો પીકપમાં સવાર કલ્પેશભાઈ મકાભાઈ સોલંકી ઉંમર ૨૮,ખોડાભાઈ રણછોડભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૦ અને વિક્રમભાઈ રણછોડભાઈ ઉંમર ૩૫ ને ઈજાઓ પહોંચી છે .જેથી તેઓને સુરેન્દ્રનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માતના પગલે બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો આથી ટ્રાફિક કિલયર કરાવ્યો હતો.

(10:16 am IST)