Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

લખતર પાસેની નર્મદા કેનાલમાં અનાથ સગીરા ડૂબી ગઇ : શોધખોળ

દાદા-દાદીની સાથે મેરઠ રહે છે : નવરાત્રિમાં વતન લીલાપુર આવેલ અને પૂજને જવાની હતી : કપડા ધોવા ગયેલ

વઢવાણ,તા. ૨: લખતર તાલુકાના ઢાંકી ગામ પાસેથી પસાર થતી અને માળીયા તરફ જતી બ્રાન્ચ કેનાલમાં અંદાજે ૧૫ વર્ષની સગીરા અંજલી રોશનભાઈ વિરૂગામીયા દેવીપુજક કેનાલમાં કપડા ધોવા ગઈ હતી. જે દરમ્યાન તેનો અકસ્માતે પગ લપસતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે આ અંગેની જાણ આસપાસથી પસાર થતાં લોકો સહિત ગ્રામજનોને જાણ થતાં આવી પહોંચ્યા હતાં અને ગામના સરપંચને તેમજ લખતર પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથધરી હતી પરંતુ સાંજ સુધી સગીરાનો મૃતદેહ મળી આવ્યો નહોતો ત્યારે પ્રાથમિક તપાસમાં સગીરાના માતા-પિતા અવાસાન થઈ ચુકયું હતું અને સગીરા દાદા-દાદી સાથે મેરઠ રહેતી હતી તેમજ લખતરના લીલાપુર ગામે વતન હોય નવરાત્રી દરમ્યાન ધાર્મિક પ્રસંગે આવ્યાં હતાં અને શરદપુનમને દિવસે મેરઠ જવાના હતાં જે દરમ્યાન ચાર જેટલી દિકરીઓ કેનાલ પર કપડા ધોવા ગઈ હતી ત્યારે સગીરા અંજલી કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં બાકીની ત્રણ દિકરીઓએ બુમાબુમ કરી ગ્રામજનોને જાણ કરી હતી. જયારે વઢવાણ ફાયર ફાયટર ટીમને પણ બોલાવી હતી.

(11:47 am IST)