Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સુરેન્દ્રનગરમાં ગેસનો બાટલો ફાટ્યો : દાદા-પૌત્રી ગંભીર

વઢવાણ, તા. રઃ સુરેન્દ્રનગર જિલ્લાના લક્ષ્મી પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને લક્ષ્મીપરા વિસ્તારમાં આવેલ બે નમ્બર ની શેરીના કોર્નર ઉપર વસવાટ કરતા અને નિવૃત રેઇલવે કર્મચારી અબ્દુલ ભાઈના દ્યેર બપોરના સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો..

ત્યારે બપોરના સમયે અચાનક ગેસનો બાટલો ફાટતા આજુ બાજુના રાહેવસીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી.ત્યારે આ ગેસનો બાટલો ફાટતા ભાડાના મકાનમાં રહતા અબ્દુલ ભાઈ ના દ્યર માં આગ લાગી હતી.ત્યારે આ આગ લાગવાના કારણે અબ્દુલ ભાઈ અને તેમની પૌત્રી ઇશરત ગંભીર રીતે દાજયા હતા.

ત્યારે અહીં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં ની હોસ્પિટલમાં થી વધુ પડતી બન્ને ની તબિયત નાજુક હોવા ના કારણે અમદાવાદ ખાતે ખસેડવા માં આવીયા છે. ત્યારે આ વિસ્તારમાં અચાનક બાટલો ફાટતા લોકો માં ભય ફેલાયો છે.

ત્યારે આ બાટલો કેમ ફાટ્યો અને તેની પ્રથમીક તપાસ કરતા આ બાટલા નું રેગ્યુલેટર માંથી ગેસ લીક થતો હતો.અને બપોર ના સમયે અચાનક ગેસ શરૂ કરવા માં આવતા ઘર માં આગ ચાંપી હતી. ત્યારે આ આગ ના કારણે દાદા અબ્દુલ ભાઈ અને પૌત્રી ઇશરત બન્ને દાજયા છે.હાલ બન્ને ની તબિયત અત્યંત નાજુક છે.

(1:01 pm IST)