Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પોરબંદરના નવા જલારામ મંદિરે કાલે જલારામ જયંતિએ શોભાયાત્રાઃ મહાપ્રસાદ તથા આરતી

પોરબંદર, તા. ૨ :. જલારામ સેવા સમિતી (નવા જલારામ મંદિર) દ્વારા પ.પૂ. જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

લોહાણા જ્ઞાતિની તમામ સંસ્થાઓના હોદેદારો તથા સભ્યો તેમજ જ્ઞાતિ આગેવાનો તેમજ રઘુવંશી પરીવારો તથા જલારામ ભકતો ઉત્સાહથી પૂ. બાપાની જન્મ જયંતિમાં જોડાઈને સેવાકાર્ય કરી રહ્યા છે. કાલે રવિવારે નવા જલારામ મંદિરેથી બપોરે ૪.૩૦ કલાકે શોભાયાત્રા તેમજ પૂ. જલારામબાપાના દિવ્ય રથમાં પૂ. જલારામબાપાની નગરયાત્રા નિકળશે. શોભાયાત્રા માટે યોગેશ બુદ્ધદેવ, રાકેશ મોનાણી, જીજ્ઞેશ કોટેચા, ભાવેશ તન્ના, રાજુ કાછેલા તેમજ સત્સંગ મંડળના બહેનો કોકીલાબેન, ભાવનાબેન તેમજ કમિટીના બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સાથે લોહાણા મહાજનવાડી ખાતે અંદાજીત ૩૫ હજાર રઘુવંશી પરિવારો-ભકતોનો મહાપ્રસાદ રાખેલ છે. ટ્રસ્ટના હોદેદારો તથા સભ્યો શ્રી નીરવ લાખાણી, મુકેશભાઈ, રાજુ ઠકરાર, નરેશ, યોગેશ પોપટ, પ્રવીણભાઈ, મીલુભાઈ મદલાણી, ભોજલરામ કમીટીના રસીકભાઈ ભરાણીયા, હેમુભાઈ કોટેચા, રઘુરામ સેનાના ઉત્સવ - રાજ - ઓમ પોપટ દ્વારા તૈયારીને આખરીઓપ આપેલ છે. બહેનો માટે પ્રસાદ વ્યવસ્થામાં અલ્પા કોટેચા, તૃપ્તિ સવજાણી, ચેતના મજીઠીયા તેમજ ઉત્સવ કમીટીના બહેનો દ્વારા વ્યવસ્થા કરેલ છે. પૂ. જલારામબાપાની ઝૂપડીએ દર્શન માટે શોભનાબેન, ભાવનાબેન, વંદના, શીતલ, જસ્મીનભાઈ દ્વારા અલૌકીક દર્શન માટે વ્યવસ્થા કરેલ છે. જલારામ જયંતીની વ્યવસ્થાની તમામ કમીટીઓની વ્યવસ્થા માટે સંસ્થાના માર્ગદર્શકો હસુભાઈ બુદ્ધદેવ, અનિલભાઈ કારીયા, નટુભાઈ રૂઘાણી, ભરતભાઈ માખેચા, હરીશભાઈ કોટક દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે. પૂ. જલારામબાપાની મહાઆરતી - જૂના જલારામ મંદિરે સાંજે ૬.૩૦ કલાકે અધિક કલેકટર રાજેશભાઈ તન્નાના પરિવારના હસ્તે રાખેલ છે. રઘુવંશી પરિવારોએ - ભકતોએ જલારામ જયંતી મહોત્સવમાં જોડાઈ પૂ. જલારામબાપાની ભકિત વંદના કરશે તેવી યાદી ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ જે. કોટેચાની યાદીમાં જણાવેલ છે.

(11:57 am IST)