Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જસદણ પંથકના બે બુટલેગરો પાસાના પીંજરે

ભાડલામાં દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલ મુનો મકવાણા તથા જેંતી કોળી રે. બંન્ને કુંદણીને ભુજ તથા ભાવનગર જેલમાં ધકેલી દેવાયા

રાજકોટ, તા., રઃ ભાડલા પોલીસ મથકમાં દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલ જસદણ પંથકના બે બુટલેગરોને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા હતા.

અગાઉ ભાડલા પોલીસ મથકમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ આરોપી મુનો કેશુભાઇ મકવાણા જાતે વ્યાસ (ઉ.વ.૩પ) રહે. કુંદણી તા. જસદણ (ર) જેન્તી ઉર્ફે લાલો વિઠ્ઠલભાઇ ધોળકીયા જાતે કોળી (ઉ.વ.રર) રહે. કુંદણી તા. જસદણવાળાને પાસા તળે અટકાયત કરવાનો હુકમ જીલ્લા કલેકટર રેમ્યા મોહનએ કરતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ બન્ને ઇસમોને પાસા તળે પાલરા જેલ (ભુજ) તથા ભાવનગર જિલ્લા જેલ ખાતે ધકેલી દેવાયા હતા.આ કામગીરી એલસીબી પીઆઇ મહેન્દ્રસિંહ રાણા એએસઆઇ પ્રભાતભાઇ બાલસરા મહેશભાઇ જાની, રાહુમભાઇ દલ, મેહુલ બારોટ સહીતનાએ કરી હતી.

(11:35 am IST)