Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

વાંકાનેરમાં કાલે જલારામ જયંતિએ લોહાણા સમાજની નાત-સમૂહ મહાપ્રસાદનું આયોજન

આજે રાત્રે શ્રી લોહાણા મહાજન વાડીમાં રામધુન- ભકિત સંધ્યા સમસ્ત રઘુવંશી સમાજ ઉપસ્થિત રહેશે

વાંકાનેર, તા. રઃ વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ જલારામ જયંતિની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. વિશ્વવંદનીય સંત સીરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જયંતિએ તા. ૩ ને રવિવારે વાંકાનેના સમસ્ત રઘુવંશી સમાજની નાત (મહાપ્રસાદ)નું ભવ્ય આયોજન શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

પૂ. જલારામ બાપાની જન્મ જયંતિના આગમને આજે તા. ર ને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે શ્રી લોહાણા મહાજન વાડીના પટાંગણમાં ભવ્ય રામ-ધુન સાથે પૂ. જલારામ બાપાના ગુણગાન સાથેની ભકિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત જુદા જુદા ગામના કલાકારોનું ગ્રુપ સંગીતના સથવારે રામ-ધુન સાથે રાત્રીને ભકિતમય બનાવશે. જેમાં વાંકાનેર શહેરના તમામ રઘુવંશી સમાજે સહપરિવાર પધારવા શ્રી લોહાણા સમાજના સર્વેસર્વા શ્રી જીતુભાઇ સોમાણી, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉપપ્રમુખ બટુકભાઇ બુદ્ધદેવે નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે.

(10:26 am IST)