Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મુંદ્રાના લૂણી ગામ પાસે છકડા બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

 ભુજ તા. ર :.. મુંદ્રા નજીક લુણી ગામ પાસે છકડા અને બાઇક વચ્ચેના માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજયા હતાં. શુક્રવારે લુણીના ગણેશ મંદિર મધ્યે મહેશ્વરી સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. અકસ્માતનો ભોગ બનેલા યુવાનો  રાત્રે સમુહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બાઇક ઉપર પોતાને ઘેર જઇ રહ્યા હતા ત્યારે છકડા  સાથે બાઇક અથડાતાં સર્જાયેલા આ માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો.

મૃતક યુવાનોના નામ અજય મેઘજી મહેશ્વરી (ઉ.ર૧ રહે. આદિપુર) અને પ્રવિણ ગોપાલ મહેશ્વરી (ઉ.ર૩, અંજાર) હોવાનું જાણવા મળે છે.

આ અંગે મુંદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)