Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભાવનગરનાં ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના હોદેદારોનું સન્માન

ટીંબી : ગઢડામાં તાલુકા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજીત સરદાર પટેલ જયંતિ ઉજવણી પ્રસંગે ભાવનગર તેમજ બોટાદ જિલ્લાનાં બધા જ તાલુકાની ખોડલધામ સમીતિઓનાં કન્વીનરો, કાર્યકર્તાઓ તેમજ ગઢડા તાલુકાના ભાઇઓ -બહેનોની વિશાળ સંખ્યાની ઉપસ્થિતીમાં ત્રિવિધ કાર્યક્રમમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ, ટીંબીના મંત્રી બી. એલ. રાજપરા અને ટ્રસ્ટી જગદીશભાઇ ભીંગરાડિયાનું સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ, સુરતનાં પ્રમુખ, 'પદ્મશ્રી' મથુરભાઇ સવાણી અને ખોડલધામ ટ્રસ્ટ, કાગવડનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલનાં હસ્તે શીલ્ડ અને શાલ અર્પણ કરીને સન્માનીત કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બ્ર.પ.પૂ. સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા અને આર્શિવાદથી ચાલતા નિઃશુલ્ક સેવાકાર્યની પ્રશંસા વ્યકત કરી હતી. તેમ એડમીનીસ્ટ્રેટર પ્રશાંતભાઇ પંડયાએ જણાવ્યું છે.

(12:11 pm IST)