Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દામનગરઃ લાઠી તાલુકામાં અપુરતા વરસાદના કારણે ઘાસચારો આપવા માંગણી

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના હોદેદારોએ પત્ર પાઠવ્યો

દામનગર તા.૨: લાઠી તાલુકા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા તાલુકા પ્રમુખ શ્રી વિમલભાઇ ઠાકર તથા ઉપપ્રમુખશ્રી રાજુભાઇ નારોલા દ્વારા આજ રોજ ગુજરાત રાજયના કૃષિ પ્રધાન શ્રી આર.સી. ફળદુને આજ રોજ એક પત્ર પાઠવી લાઠી તાલુકામાં નહિવત વરસાદ પડતા પશુઓના ઘાસચારાની તંગી સર્જાતા પશુધન બચાવી લેવા માટે વિગતવાર પત્ર પાઠવેલ છે.

આવનાર દિવસોમાં પશુધન માટે પીવાના પાણી તથા ઘાસચારા માટે ગુજરાત સરકાર અત્યારથી જ જાગૃત થઇ આગોતરૂ આયોજન કરે તેવી વિગતવાર માંગણી કરેલ છે. લાઠી તાલુકામાં આ વર્ષે માત્ર કહેવા પુરતો માત્ર ર થી રાા ઇંચ જ વરસાદ પડતા લાઠી તાલુકામાં આ તંગીની સ્થિતિ સર્જાઇ છે.(૧.૫)

(12:06 pm IST)