Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મોરબી નજીક ફેકટરીમાં લોડર હડફેટે દોઢ વર્ષના બાળકનું કરુણ મોત.

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સિરામિકના માટી ખાતામાં દોઢ વર્ષનું બાળક રમતું હોય ત્યારે લોડરની ઠોકરે ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ લોડર સ્થળ પર મૂકી આરોપી નાસી ગયો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ લાલપર ગામે પાયોનીયર સિરામિકમાં રહીને મજુરી કરતા મિથલેશ ચંદ્રિકાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પાયોનીયર સિરામિકના માટી ખાતામાં તેઓ મજુરી કામ કરતા હોય અને તેનો દોઢ વર્ષનો દીકરો છોટુ ત્યાં રમતો હતો ત્યારે લોડર જીજે ૩૬ એસ ૨૩૬૮ ના ચાલકે લોડર પુરઝડપે ચલાવી રીવર્સ લેતી વેળાએ માટી ખાતામાં રમતા દોઢ વર્ષના છોટુને અડફેટે લીધો હતો જેમાં લોડરનું મોટું વ્હીલ ચડાવી દેતા ગંભીર ઈજા થતા બાળકનું મોત થયું હતું અને અકસ્માત સર્જી લોડર સ્થળ પર મૂકી લોડર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(11:43 pm IST)