Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરાઈ

વડીલોને સરકારની સેવાઓ અને હેલ્પલાઈન વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

મોરબી : હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્રારા મોરબી શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડીલોને સરકારની સેવાઓ અને હેલ્પલાઈન વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું

મોરબીના શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિતે વડીલોને સરકારની કાર્યરત વિવિધ સેવાઓ અને કાર્યરત હેલ્પલાઈન નંબર 14567 વિશેની સપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. તેમજ ફ્રી મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બી.પી., ડાયાબિટીસ, જોઇન્ટ પૈન, કમરનો દુખાવો, સરદી, ઉધરસ, તાવ, કબજિયાત, એસિડિટી, પેટનો દુખાવો જેવી વડીલોમાં જોવા મળતી બધી જનરલ સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડો. સ્વેતા વિડજા, દિવાળીબેન સોલંકીએ સેવા આપી હતી. આ કાર્યકમને સફળ બનાવવા વૃદ્ધાશ્રમના સંચાલક, હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

(10:22 pm IST)