Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

બેટ દ્વારકામાં ૫૦૦ થી ૭૦૦ કરોડના ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ હાજી ગની પલાણીના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું

દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકામાં મેગા ડીમોલિસનનો આજે બીજો દિવસ છે. ચોક્કસ વર્ગ દ્વારા મોટા પાયે, લગભગ અડધા બેટ દ્વારકામાં અઢી દાયકાથી  દબાણ દબાણ આચરવામાં આવ્યા છે. 

અરબી સમુદ્રના છેવાડે  આવેલ અતિ સંવેદનશીલ બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિસન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જખૌમાં પકડાયેલ ૫૦૦ થી ૭૦૦ કરોડના ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ હાજી ગની પલાણીના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું છે 

 આ કાંડમાં ગની અને તેનો પુત્ર રમઝાનની સંડોવણી ખુલેલ. રમજાન હાલ જેલમાં હોવાનું જાણવા મળે છે. અન્ય તત્વોના મકાનો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાયા છે.

(8:59 pm IST)