Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

બે ખૂનના કેસમાં મોરબીની સબ જેલમાં કાચા કામનો કેદી 20 દિવસથી વચગાળાના જામીન મેળવી ફરાર થતા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને સબ જેલ હવાલે કર્યો

મોરબીઃ  બે ખૂનના કેસમાં મોરબીની સબ જેલમાં રહેલા કાચા કામનો કેદી 20 દિવસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો. જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને સબ જેલ હવાલે કર્યો હતો. મોરબીમાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી લેવાં જિલ્લા SPની સુચનાથી LCB PIના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માળિયા પોલીસ મથકમાં હત્યાના ગુનાનો આરોપી સુનીલ લાભુ કોરડીયા (ઉ.વ.32) ખૂનના ગંભીર ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હતો. જેને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી તા. 2 સપ્ટેમ્બરથી તા. 9 સપ્ટેમ્બર સુધીના વચગાળાના જામીન મળતાં જામીન મુક્ત થયો હતો.

​​​​​​​આરોપીને તા. 10/09/2022ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતુ જે હાજર ન રહીં ફરાર હતો. જેને પગલે આરોપીને મોરબી તાલુકાના મધુપુર ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવી સબ જેલ મોરબી હવાલે કરવામાં આવ્યો હતો. જે કામગીરીમાં LCB ઇન્ચાર્જ PI એન. એચ. ચુડાસમા, PSI એ. ડી. જાડેજા, મોરબી LCB, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબી ટીમ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલી હતી.

 

(3:08 pm IST)