Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

લશ્કરીદળોમાં જોડાવા ઇચ્છતા સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો માટે બી.એસ.એફ દ્વારા ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન

સુરેન્‍દ્રનગર:ઇન્ચાર્જ રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યના યુવાનો લશ્કરી,અર્ધ લશ્કરી,પોલીસ દળ તથા સિક્યુરિટી ગાર્ડમાં વધુમાં વધુ જોડાઈ શકે અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ) દ્વારા ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસ (૨૪૦ કલાક) ની નિવાસી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાનાર તાલીમાર્થીને રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલીમ વર્ગમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી ઓફલાઈન અરજીનો નમૂનો મેળવી ૭ દિવસમાં અરજી કરવાની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

(1:00 am IST)