Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કાલાવાડમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેકોનુ વિતરણ

કાલાવાડ તા.૨: કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય-કાલાવાડ શૈક્ષણિક સંકુલમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાર્થી ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જામનગર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીને 'સ્કોલરશીપ ચેક' વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.  કાર્યક્રમની શોભા વધારવા અને સફળ બનાવવા કાર્યક્રમના અધ્યક્ષ આર.સી.ફળદુ કેબીનેટ મંત્રીએ વિદ્યાર્થીને આગળ વધવા પ્રેરણા આપી તેજસ્વી બાળકોને ચેક વિતરણ કરવામા આવ્યા હતા. સંસ્થાના સ્થાપક શિવલાલભાઇ વેકરીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઇ અકબરી તથા ઉચ્ચ કેળવણી મંડળના પ્રમુખ રામજીભાઇ એસ. ઇટાલીયા-સુરતથી પધારી બાળકોને પ્રેરણા આપી હતી.

મગનભાઇ શિયાણી મંત્રી શ્રી જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા ટ્રસ્ટી શ્રી ગાંડુભાઇ ડાંગરિયા, વશરામભાઇ વેકરીયા, એડવોકેટ અર્જુનભાઇ પટેલ, છગનભાઇ વિરાણી તથા ડો.વી.બી.માલવિયા, નયનાબેન પ્રવિણભાઇ માધાણી-પ્રમુખશ્રી જીલ્લા પંચાયત તથા સુભાષભાઇ ડોબરીયા તથા કાંતિભાઇ મારકણા સી.એ તથા લાખાભાઇ વેકરીયા, મુળજીભાઇ ધૈયડા તથા શિવુભા તથા અશોકભાઇ ભંડેરી તથા સર્વ સ્ટાફગણ વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીની બહેનોની હાજરીમા કાર્યક્રમ સફળ થયો હતો.

(11:53 am IST)