Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

માળીયા મિયાણાને દેવગઢ નજીક એસટીબસ હડફટે બાઇક ચાલક પેથાભાઇ સાલાણીનું મોત

મોરબી,તા.૨: માળિયા તાલુકાના દેવગઢ-જાજાસર ગામ નજીકથી પોતાનું મોટર સાઈકલ લઈને જતા સામેથી આવતા એસટી બસના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજયું હતું.

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના દેવગઢ-જાજાસર ગામ નજીકથી પેથાભાઈ ગાંડુંભાઈ સાલાણી પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ જીકે ૬૦૮૩ લઈને જતા હતા દરમિયાન સામેથી આવતી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૧૦૯ના ચાલકે સામેથી ઠોકર મારતા પેથાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને પેથાભાઈનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે કાળુભાઈ પેથાભાઈ સાલાણીએ માળિયા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)