Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાણીની સમસ્યાથી ત્રસ્ત મોટા પાંચ દેવડાના લોકો ડેમ સાઈટ પહોંચી તંત્રની નીતિનો કર્યો વિરોધ

ડેમથી પાણી ઉપાડવાની વાત ફેલાતા ગામલોકો ડેમ સાઈટ દોડ્યા :વિરોધ પ્રદર્શનને કારણે પોલીસ પણ પહોંચી

 

જામનગર જિલ્લાના મોટા પાંચ દેવડા પાસે સ્થિત નાની સિંચાઇના ડેમમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમમાંથી પાણીનો જથ્થો ઉપાડવાનો આરંભ કરાયો છે. પાણી ઉપાડવાની વાત ફેલાતાં ગ્રામજનોએ ડેમ સાઇટ પર ભેગા થઇ ગયા હતા અને તંત્રની નીતિનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોની નારાજગી સહિતના વિરોધ પ્રદર્શનને કારણે પોલિસ સ્થળ પર પહોંચીને સ્થિતીને સાચવવાના પ્રયત્નોમાં લાગી ગઇ હતી.

(11:50 pm IST)