Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દ્વારકા તાલુકા ખ઼રીદ વેચાણ સંઘમા કોંગ્રેસના દીગ્ગજ મેરગ ચાવડા પ્રમુખ પદે બિનહરીફ-ઉપપ્રમુખ મા રામભાઇ ગોરીયા પણ બિનહરીફ.

ખંભાળિયા :દ્વારકા તાલુકાની શ્રી દ્વારકાધીસ તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. દ્વારકાની પ્રમુખ -ઉપપ્રમુખની ચુટણી દ્વારકા ખાતે યોજાઇ હતી મામલતદાર શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમા વ્યવસ્થાપક કમિટીમા ચુટાયેલા તમામ સભ્યો હાજર હતાં.જે પૈકી પ્રમુખ-ઉપ પ્રમુખ ની ઉમેદવારી ની જાહેરાત કરાતા પ્રમુખપદ માટે જીલ્લા પંચાયત સહકાર અને સિંચાઇ વિભાગના ચેરમેન તેમજ ભાટીયા માર્કેટ યાર્ડના ચેરમેન તથા જામ.ડી.કો.ઓપ.બેંક.લી ના જામકલ્યાણપુર તાલુકાના ડિરેક્ટર મેરગભાઇ કાનાભાઇ ચાવડા એ ફૉર્મ રજૂ કરતા તેઓ બિન હરીફ વિજેતા જાહેર થયા હતાં.જ્યારે ઉપપ્રમુખ પદ માટે રામભાઇ ગોરિયા એ ફૉર્મ રજૂ કર્યુ હતુ તેઓ પણ બિનહરીફ વિજેતા જાહેર થતા દ્વારકા તાલુકાના ભાજપના કેહવાતા ગઢમા બાહુબલી મેરગ ચાવડાએ ગાબડુ પાડ્યું હતુ.દ્વારકા જીલ્લા કોંગ્રેસમા મેરગ ચાવડા સહુથી વધારે વિવિધ સંગઠન અને વિવિધ સંસ્થામા હોદ્દા ધરાવે છે સહકારી ક્ષેત્રમા ખૂબ મોટુ નામ ધરાવતા મેરગ ચાવડાનૂ નામ દ્વારકા જીલ્લા કોંગ્રેસમા મોટુ હોઇ તેઓએ ઉમેદવારી ફૉર્મ રજૂ કરતાની સાથે તેઓ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતાં.જ્યારે ઉપ પ્રમુખ પદે જીલ્લા કોંગ્રેસના યુવા રામ ભાઇ ગોરિયા પણ બિન હરીફ વિજેતા જાહેર થયા હતાં.

(4:43 pm IST)