Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સુરેન્દ્રનગરનાં ભરત દવે વિકટ મનાતી હિમાલયા કાર રેલીમાં જોડાશે

ડ્રાઇવર તરીકે પુત્ર ચિંતન દવે પણ ભાગ લેશે

સુરેન્દ્રનગર તા.૨: ગુજરાતનાં આંતરરાષ્ટ્રીય ખ્યાત કાર રેસર સુરેન્દ્રનગર ના ભરત દવે (મો. ૯૬૨૪૯ ૦૭૧૮૨) તેની રેસીંગ કારકિર્દીની રપ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા ભારતની સોૈથી કઠીન મનાતી હિમાલયા કાર રેલીમાં ભાગ લેવાના છે. ૭ થી ૧૪ ઓકટોબર દરમ્યાન યોજાનારી આ કાર રેલી વિશ્વની સોૈથી કઠીન અને ઊંચી પર્વતમાળામાંથી પસાર થાય છે. લડાખથી શરૂ થઇ તથા દુર્ગમ મનાતા લડાખ,લેહ થઇને શ્રીનગરમાં આ રેલી સમાપ્ત થશે. ભરત દવે 'મિત્સુબીસી પજેરો' માં જશે.

૧૮૦૦ કિલોમીટરની આ રેલીમાં વિશ્વના ચુનંદા જાંબાઝ રેસરો ભાગ લેશે. એવરેજ દરરોજના ૩૦૦ કિ.મી. ૫૦૦૦થી ૧૬૦૦૦ ફીટની ઉંચાઇએ હાઇસ્પીડમાં પસાર કરવાના રહેશે, કાર રેલી વિશ્વના સોૈથી હાઇએસ્ટ મોટરેબલ રોડ ખરદુંગલા પાસમાંથી પણ પસાર થતી હોઇ તેનો પડકાર ઘણો વિકટ બને છે. ૬૪ વર્ર્ષીય ભરત દવે ફાસ્ટેસ્ટ ડ્રાઇવર મનાય છે. તેમણે ૧૯૮૫ થી ૧૯૯૦ એમ સળંગ છ વર્ષ હિમાલયન કાર રેલીમાં ૧૯૯૦ અને ૯૨ અને ૨૦૦૪માં સફારી રેલી કેન્યામાં પ્રથમ ભારતીય ભાગ લેનાર તેમજ ન્યુઝિલેન્ડ કાર રેલી ૧૯૯૩માં વિશ્વના વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ડ્રાઇવરની ટ્રોફી જીતી તથા હીરો ઓફ ધ રેલીનો એવોર્ડ ન્યુઝિલેન્ડના વડાપ્રધાન ડેવિડ લોંગી દ્વારા મળ્યો. ૨૦૧૦માં નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતનો પ્રથમ નંબરનો રમત ગમતનો એકલવ્ય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

આ સિવાય ભારત બહાર અમેરિકા તથા લંડન ખાતે અવારનવાર સન્માનો પ્રાપ્ત થયા છે. ભરત દવેના ભુતપુર્વ સ્પોન્સરો અજંતા, રિલાયન્સ, કયુટોન, સુઝલોન, નિરમાનો અને ગર્વમેન્ટ ઓફ ગુજરાતનો આ તકે આભાર માને છે. ભરત દવેની 'મિત્સુબીસી પજેરો' કારરેલીના નીતિ નિયમ મુજબ બનાવીને તૈયાર થઇ ગઇ છે અને ટૂંક સમયમાં લેહ જવા રવાના થશે. કો. ડ્રાઇવર તરીકે પુત્ર ચિંતન દવે ભાગ લેશે.

(3:57 pm IST)