Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પોરબંદરના ગાંધી સ્મૃતિ મંદિરની જાળવણી નહીં : દારૂ-બીયરની બોટલો કોથળી મળી

ગાંધીજી સહિત અનય પ્રતિમાઓ ઉપર ધૂળ : કોંગ્રેસ દ્વારા જનતા રેડમાં પર્દાફાશ

પોરબંદર, તા. ર : મહાત્મા ગાંધી સ્મૃતિ મંદિરમાં કોંગ્રેસે કરેલ જનતા રેડમાં સંખ્યાબંધ દારૂની કોથળીઓ, દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. સ્મૃતિ મંદિરની સમયસર જાળવણી નહીં કરતાનો પર્દાફાશ થયેલ છે.

ગાંધી સ્મૃતિ મંદિરમાં મહાત્મા ગાંધીની અને અનય પ્રતિમાઓ ધુળથી લથબથ -ગાંધી સ્મૃતિ મંીદરની દયાજનક હાલત જનતા રેડમાં જોવા મળી છે.

મહાત્મા ગાંધી સ્મૃતિ મંદિરનું ઉદ્ઘાટન ર જી ઓકટોબર-ર૦૧૧ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંડળના બીજા સભ્યોની હાજરીમાં કરવામાં આવેલ જે જગ્યાએ ગાંધી સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે તે જગ્યાએ તત્કાલીન કલેકટરશ્રી ઘોડાસરાએ જન્માષ્ટમીના મેળાની આવકમાંથી બાળક્રિડાંગણ અને સ્કેટીંગ રીંગ બનાવીને પોરબંદરની પ્રજાને અમૂલ્ય ભેટ આપી હતી.

આ સ્મૃતિ મંદિર બન્યા પછી ન તો કોઇ સ્ટાફની નિમણુંક કરવામાં આવી કે ન તો લેસર-શો ઓપરેટ કરીને ટૂરીસ્ટોને બતાવવામાં આવ્યો. અને મરામત પણ બિલકુલ કરવામાં ન આવી. જનતા રેડમાં દેશી દારૂની કોથળીઓ, દારૂની બોટલો, બીઅર કેન અને સોડાની બોટલો સંખ્યાબંધ મળી આવી હતી. ગાંધીજીની પ્રતિમાને સાફ કરવાની દરકાર પણ કરવામાં આવી ન હતી. મહાત્માજીના પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમામાં તો મરેલી ખિસકોલી મળી આવી હતી. પંખાઓ કટાઇ ગયા છે. પંખાઓના પાંખીયાઓ પણ તુટી ગયા માલુમ પડયા હતાં. તેના કમ્પાઉન્ડમાં હેલોજન લાઇટનો પોલ તુટી ગયો હતો.

આજે સવારે સાફ સફાઇ કરવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. આ જનતા રેડ દરમ્યાન જાણવા મળ્યુ હતું કે મહાત્મા ગાંધી સ્મૃતિ મંદિર રાતના સમયે અંધારાનો લાભ લઇને દારૂ પીવાનો અડ્ડો બન્યો છે. 

(3:57 pm IST)