Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ભાણવડમાં જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા

ભાણવડ : પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના આંગણે ખેલ મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાય ગઇ હતી. જેમાં જીલ્લાભરના કુલ ૭૦ જેટલા બાળકોએ હિસ્સો લીધો હતો. જીલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં દ્વારકા, કલ્યાણપુર, ખંભાળીયા તથા ભાણવડ તાલુકાના બાળકોએ હિસ્સો લીધો હતો. જીલ્લા યોગાસન કન્વીનર અને પુરૂષાર્થ સ્કુલના આચાર્ય ખુશાલભાઇ શીલુએ ભાગ લેનાર અલગ અલગ વય જૂથના તમામ બાળકો, ટીમ મેનેજર તથા નિર્ણાયકોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતુ અને સ્પર્ધકોને સ્પર્ધામાં નિયમોની સમજ આપી સ્પર્ધા શરૂ કરાવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિવિધ તાલુકામાંથી પસંદ કરવામાં આવેલા એવા વી.જી.પાઠક, રામશી બેલા, મનોજ પટેલ, રમણીક સાહેબ તથા નેહલબેન ટાંકે ફરજ બજાવી હતી. સ્પર્ધકો માટે પુરૂષાર્થ સંકુલ ખાતે વ્યવસ્થા શાળા પરિવાર તરફથી કરવામાં આવી હતી. સ્પર્ધામાં અલગ અલગ  વયજૂથમાં વિજેતા થયેલા સ્પર્ધકોને શાળાના ટ્રસ્ટી તરફથી પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા. યોગાસન સ્પર્ધામાં આ શાળાના જ ૧૨ બાળકો ઝળકયા હતા. સ્પર્ધા યોજાઇ તે તસ્વીરો.

(2:34 pm IST)